ઢાંચો:પ્રસ્તુત લેખ/કોરોના

શાશ્વત સંદેશ માંથી
< ઢાંચો:પ્રસ્તુત લેખ
Yogesh (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૯:૫૩, ૩ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મહાત્મા ગાંધી એ ભાગવા પહેર્યા કે દાઢી રાખી નહોતી પણ ગીતામાં બતાવેલા કર્મયોગના માર્ગે સમાજમાં કરેલા પ્રત્યેક કાર્યો ઈશ્વરની જ પૂજા હતી.

Portrait Gandhi.jpg

સામાન્ય રીતે સંત વિષે લોકોમાં એવી પ્રચલિત માન્યતા છે કે તે ભગવા કે સફેદ વસ્ત્રો પહેરતા હોય, ધ્યાન આદિ કરતા હોય અને કરાવતા હોય, લોકોને ભગવાનના માર્ગે જવાનો ઉપદેશ આપતા હોય, જેમણે સાધના કરીને આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અથવા એ કાર્યમાં પ્રવૃત્ત હોય, જેઓ યોગ, વેદ, પુરાણો આદિનું ઊડું જ્ઞાન ધરાવતા હોય, જેમણે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા હોય, દાઢી રાખતા હોય કે એવો દેખાવ હોય કે જાેતા વેંત જ તે સંત છે એવી છાપ પડે, તે સંસારથી અલિપ્ત બનીને માત્ર ઈશ્વર સ્મરણમાં જ રહેતા હોય અને સંસારની કોઈપણ બાબતોમાં રસ લેતા ન હોય, ઘર છોડીને આશ્રમમાં રહેતા હોય, ભ્રમણ કરતાં હોય કે હિમાલયમાં ચાલ્યા ગયા હોય એવા આંતર અને બાહ્ય વિશેષ લક્ષણો ધરાવનારા જ સંત હોય તેવું મોટા ભાગના સમૂહવિશેષનું માનવું છે. આ પ્રકારના સંસ્કારો પ્રજાના માનસમાં દૃઢ થઈ ગયાં છે. સાધુજીવન જીવવા માટે આ પ્રકારના બાહ્ય લક્ષણો સાધુઓને ઘણાં જ મદદરુપ થતાં હોય છે તેથી તેનું મહત્વ પણ ઓછું નથી પરંતુ મૂળભૂત રીતે સાધુત્વ, સંતત્વ એ બાહ્ય નહીં પણ આંતરીક વસ્તુ છે અને માત્ર બાહ્ય લક્ષણોના આધારે તેને મૂલવી શકાય નહીં. આથી ભારતની આઝાદી માટે લડત લડનારા, રાજકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત રહેનારા, વિરોધ પ્રદર્શનો કરનારા મહાત્મા ગાંધીને લોકો લોકસેવક, દેશભક્ત તો સમજે પણ એક સત તરીકે તેમની આંતરીક ભૂમિકાને ન સમજી શકે, તેમના આંતર ઐશ્વર્યને ન સમજી શકે એ તદ્દન સ્વાભાવિક છે.

જાે બધાં જ સાચા સાધુસંતો હિમાલયની ગીરકંદરાઓમાં જઈને બેસી જશે તો પછી સમાજથી અલિપ્ત જ રહેશે, સમાજ અને એમની વચ્ચે અંતર પડી જશે. કેટલાક એવા મહાન આત્માઓની પણ આવશ્યક્તા છે જે સમાજની વચ્ચે જ રહીને, લોકોની વચ્ચે તપીને પોતાના જીવન દ્વારા અનેક લોકોને શ્રેયના માર્ગે વાળે અને લોકકલ્યાણના કાર્યો પણ કરે. આપણે જાેઈએ છીએ કે રાજ્યશાસનમાં સત્તા પર ત્યાગના બદલે ભોગ, સત્તાલાલચા, વિષય લોલુપતા, સંપત્તિની કામના ધરાવતા લોકોનું પ્રભુત્વ વધતું જ જાય છે. તેના બદલે લોક કલ્યાણની ભાવનાથી ભરેલા અને દૈવી સંપત્તિથી સંપન્ન મહાપુરુષો જાે જાહેર જીવનમાં સમાજસેવાના ક્ષેત્રોમાં પ્રવેશે તો આ સમાજને તેનાથી ઘણો ઘણો ફાયદો થશે.

જ્યારે જ્યારે પણ આ દેશ અને સંસ્કૃતિ પર આફત આવી છે ત્યારે ત્યારે ભારતમાં સંતોની પરંપરા પ્રગટી છે અને તેના કારણે જ આજે યુગો પછી પણ આપણી સંસ્કૃતિ ટકેલી છે, સૂર્યની જેમ પ્રકાશી છે. આ સંતોની પરંપરામાં મહાત્મા ગાંધીનું નામ પણ શિરમોર સમાન છે..

(આગળ વાંચો...)
''"'''[[**pagename**]]'''" 
(**short introductory statement**) [[સર્જક:**name**|]]. 
(**Summary statement about work**)
''
[[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**snippet of starting text of work**)
</div>
:('''[[**pagename**|Read on...]]''')