ગાંધીજી સમાજસેવક કે સંત?: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

શાશ્વત સંદેશ માંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
No edit summary
No edit summary
 
લીટી ૧: લીટી ૧:
{{header
|title={{PAGENAME}}
|author=યોગેશ કવીશ્વર
|section=
|previous=
|next=
|notes=
}}
સામાન્ય રીતે સંત વિષે લોકોમાં એવી પ્રચલિત માન્યતા છે કે તે ભગવા કે સફેદ વસ્ત્રો પહેરતા હોય, ધ્યાન આદિ કરતા હોય અને કરાવતા હોય, લોકોને ભગવાનના માર્ગે જવાનો ઉપદેશ આપતા હોય, જેમણે સાધના કરીને આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અથવા એ કાર્યમાં પ્રવૃત્ત હોય, જેઓ યોગ, વેદ, પુરાણો આદિનું ઊડું જ્ઞાન ધરાવતા હોય, જેમણે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા હોય, દાઢી રાખતા હોય કે એવો દેખાવ હોય કે જાેતા વેંત જ તે સંત છે એવી છાપ પડે, તે સંસારથી અલિપ્ત બનીને માત્ર ઈશ્વર સ્મરણમાં જ રહેતા હોય અને સંસારની કોઈપણ બાબતોમાં રસ લેતા ન હોય, ઘર છોડીને આશ્રમમાં રહેતા હોય, ભ્રમણ કરતાં હોય કે હિમાલયમાં ચાલ્યા ગયા હોય એવા આંતર અને બાહ્ય વિશેષ લક્ષણો ધરાવનારા જ સંત હોય તેવું મોટા ભાગના સમૂહવિશેષનું માનવું છે. આ પ્રકારના સંસ્કારો પ્રજાના માનસમાં દૃઢ થઈ ગયાં છે. સાધુજીવન જીવવા માટે આ પ્રકારના બાહ્ય લક્ષણો સાધુઓને ઘણાં જ મદદરુપ થતાં હોય છે તેથી તેનું મહત્વ પણ ઓછું નથી પરંતુ મૂળભૂત રીતે સાધુત્વ, સંતત્વ એ બાહ્ય નહીં પણ આંતરીક વસ્તુ છે અને માત્ર બાહ્ય લક્ષણોના આધારે તેને મૂલવી શકાય નહીં. આથી ભારતની આઝાદી માટે લડત લડનારા, રાજકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત રહેનારા, વિરોધ પ્રદર્શનો કરનારા મહાત્મા ગાંધીને લોકો લોકસેવક, દેશભક્ત તો સમજે પણ એક સત તરીકે તેમની આંતરીક ભૂમિકાને ન સમજી શકે, તેમના આંતર ઐશ્વર્યને ન સમજી શકે એ તદ્દન સ્વાભાવિક છે.

૧૧:૨૨, ૮ ડિસેમ્બર ૨૦૨૦એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

ગાંધીજી સમાજસેવક કે સંત?
યોગેશ કવીશ્વર

જાે બધાં જ સાચા સાધુસંતો હિમાલયની ગીરકંદરાઓમાં જઈને બેસી જશે તો પછી સમાજથી અલિપ્ત જ રહેશે, સમાજ અને એમની વચ્ચે અંતર પડી જશે. કેટલાક એવા મહાન આત્માઓની પણ આવશ્યક્તા છે જે સમાજની વચ્ચે જ રહીને, લોકોની વચ્ચે તપીને પોતાના જીવન દ્વારા અનેક લોકોને શ્રેયના માર્ગે વાળે અને લોકકલ્યાણના કાર્યો પણ કરે. આપણે જાેઈએ છીએ કે રાજ્યશાસનમાં સત્તા પર ત્યાગના બદલે ભોગ, સત્તાલાલચા, વિષય લોલુપતા, સંપત્તિની કામના ધરાવતા લોકોનું પ્રભુત્વ વધતું જ જાય છે. તેના બદલે લોક કલ્યાણની ભાવનાથી ભરેલા અને દૈવી સંપત્તિથી સંપન્ન મહાપુરુષો જાે જાહેર જીવનમાં સમાજસેવાના ક્ષેત્રોમાં પ્રવેશે તો આ સમાજને તેનાથી ઘણો ઘણો ફાયદો થશે.

જ્યારે જ્યારે પણ આ દેશ અને સંસ્કૃતિ પર આફત આવી છે ત્યારે ત્યારે ભારતમાં સંતોની પરંપરા પ્રગટી છે અને તેના કારણે જ આજે યુગો પછી પણ આપણી સંસ્કૃતિ ટકેલી છે, સૂર્યની જેમ પ્રકાશી છે. આ સંતોની પરંપરામાં મહાત્મા ગાંધીનું નામ પણ શિરમોર સમાન છે.

શ્રીમદ્દ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કર્મયોગનો માર્ગ બતાવ્યો છે. એ સૌથી વધું ઉપેક્ષિત માર્ગ રહ્યો છે પણ સૌથી મહત્વપૂર્ણ માર્ગ એ જ છે. યોગ, ભક્તિ, જ્ઞાન વગેરે માર્ગોની જેમ જ કર્મ દ્વારા પણ ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વરની આરાધના સંભવ છે. આ માર્ગે ચાલનારા વીરલા જ હોય છે. ગીતામાં ભગવાને અર્જૂનના માધ્યમથી લોકોને પ્રાપ્ત કર્મ છોડીને જંગલ કે હિમાલયની કંદરાઓમાં ચાલ્યા જવાની શીખ નથી આપી પણ અનાસક્તિપૂર્વક પ્રાપ્તકર્મમાં પ્રવૃત્ત થવાની શીખ આપી છે. ગીતામાં કર્મયોગ, કર્મબ્રહ્માર્પણયોગ અને કર્મસંન્યાસયોગ નામના ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં ભગવાને કર્મની મિમાંસા કરી છે. મનુષ્યની રચના જ એવા પ્રકારની છે કે તે ક્યારેય કર્મ કર્યા વગરનો રહી શકતો જ નથી. મને અને ઈન્દ્રિયોથી દોરવાઈને લોકો હજારો સારા-નરસા કર્મો કરે છે. મનથી સંયમ સાધીને જે અનાસક્તિપૂર્વક કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે. કોઈપણ પ્રકારના કર્મ જ ન કરવા એ કરતાં તો કર્મ કરવું શ્રેષ્ઠ છે, કર્મમાં પણ અનાસક્તિયોગ દ્વારા જાહેરહિત માટે કરવામાં આવેલા કર્મો સૌથી શ્રેષ્ઠ છે. મોટા ભાગના માણસો પ્રકૃતિથી દોરવાઈને કર્મ કરે છે. કંઈક મેળવવા માટે કર્મ કરે છે, પ્રતિકાર માટે કરે છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ,મદ, મત્સર અને અભિમાનથી પ્રેરાઈને કર્મો કરે છે. જે વ્યક્તિ મન ઉપર સંયમ સાધીને આ તમામ પ્રકારની વૃત્તિઓથી સંપૂર્ણ રીતે મુક્ત બની જાય છે તેને સંસારમાં કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું નથી. તેની તમામ ઈચ્છાઓ શમી ગઈ છે. કર્મ કરીને ન તો કશું મેળવવાનું છે કે ન તો કશું ગુમાવવાનું છે. આમ છતાં જે મનથી કર્તાભાવથી મુક્ત રહીને સાક્ષીભાવે જળકમળવત રહીને કર્મ કરે છે તે કર્મયોગ બની જાય છે. શ્રેષ્ઠ ગણાતા લોકો જે જે પણ કર્મો કરે છે તેનું અન્ય લોકો પણ અનુસરણ કરે છે એટલે આવા લોકોએ સમાજને સદ્દમાર્ગે દોરે તેવા શ્રેષ્ઠ કર્મો કરવા જાેઈએ.

અજ્ઞાનીજન આસક્તિપૂર્વક કર્મો કરે છે તેમ જ્ઞાનીજન અનાસક્તિપૂર્વક કર્મો કરે છે. પ્રકૃતિના ગુણધર્મોના પ્રેરાવાથી કર્મો થતાં હોવા છતાં પણ અજ્ઞાની પોતાને કર્તા માને છે જ્યારે જ્ઞાની કર્મો કરવા છતાં પણ તેનો સાક્ષી બનીને રહે છે અને પોતાને કર્તા માનતો નથી. પોતાના તમામ કર્મો ઈશ્વરને અર્પણ કરી દે છે ત્યારે એ કર્મો યજ્ઞ બની જાય છે. તે રાગદ્વેષ, ઈર્ષાભાવથી રહિત હોય છે અને કર્મના બંધનો તેને નડતાં નથી. ભગવાને આ રીતે કર્મ કરવા છતાં પણ કર્તાપણાની ભાવનાનો ત્યાગ કરીને કર્મત્યાગનો, કર્મફળના ભોગવટાથી મુક્ત રહેવાનો માર્ગ બતાવ્યો છે.

વ્યક્તિ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની જેમ અનાસક્ત અને કર્તાભાવથી મુક્ત બનીને કર્મ કરે છે ત્યારે તેના આવા કર્મો અનેક લોકોને પ્રેરણા આપનારા બની રહે છે. કારણ કે તેનું મૂળ રાગદ્રેષ નથી. તેની વાણી પણ અપરાવાણી, આત્માની વાણી બની જાય છે અને અનેક લોકો પર તેનો પ્રભાવ પડે છે. તેનો પ્રત્યેક શબ્દ શબ્દબ્રહ્મ હોય છે. આવું જ જીવન મહાત્મા ગાંધીજીનું હતું.

ભારતમાં વિદેશથી આવેલા અંગ્રેજ આક્રાંતાઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. સ્થાનિક પ્રજાનો આવાજ રુંધાતો હતો, સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. તેવા કપરાકાળમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. અંગ્રેજાેની ચુંગાલમાંથી મુક્તિ મેળવી શકાય છે તેવી કોઈને કલ્પના પણ નહોતી ત્યારે ગાંધીજી દેશને આઝાદી આપવા માટે એકલા હાથે ચળવળ શરુ કરવાની વાતો કરતાં ત્યારે ઘણાંને તે પાગલ છે, ધૂની છે એવું પણ લાગતું હતું. પણ ગાંધીજીએ એ શક્ય કરી દેખાડ્યું! તેઓ સમાજમાં ભગવાનનું દર્શન કરતા અને આ સમાજની પ્રત્યેક સેવા એ એમના માટે ભગવાનની જ પૂજા હતી. પુષ્પો હતાં કર્મના. તેમને આ દ્વારા વ્યક્તિગત રીતે કોઈ જ લાભ પ્રાપ્ત કરવાનો નહોતો કે કશું પણ ગુમાવવાનું નહોતું. તેમના પ્રત્યેક કર્મો જાહેરહિતમાં હતાં અને ગીતામાં કહ્યાં મુજબના અનાસક્તિયોગ આધારીત હતાં. તેમના કર્મો પાછળ આત્માની, પરમાત્માની શક્તિ કાર્ય કરી રહી હતી.

ઘણાં પૂછે છે કે ગાંધીજીએ અહિંસાનો જ માર્ગ કેમ અપનાવ્યો? પણ તેમના પ્રત્યેક કર્મો તેમની પોતાની ઈચ્છાથી નહીં પણ ઈશ્વરની ઈચ્છાથી થતાં હતાં. જે કાર્યો દૈવી પ્રેરણાથી થાય છે તે મૌલિક હોય છે. ગતાનુગતિક કાર્યો હોતા નથી. ગાંધીજીએ પણ આવો જ માર્ગ અપનાવ્યો. કોઈને કલ્પનામાં પણ ન આવે તે અહિંસાત્મક રીતે પણ વિરોધ કરી શકાય છે ત્યારે ગાંધીજીએ અનશનનું શસ્ત્ર અજમાવ્યું એટલું જ નહીં પણ એ દ્વારા અંગ્રેજ સલ્તનતને હચમચાવી. ગાંધીજીના માત્ર એક જ વચન પર અનેક લોકો તેનું અનુસરણ કરતાં હતાં અને પોતાનું જીવન પણ દેશ માટે ન્યૌછાવર કરી દેતા હતાં. તેમના બોલમાં એવી તાકાત હતી. ગાંધીજી કહેતા કે ‘સત્યની મારી પૂજા મને રાજકારણમાં ખેંચી ગઈ છે. મને આ પૃથ્વીના અશાશ્વત રાજ્યની કામના નથી. મારો પ્રયાસ તો ઈશ્વરના ધામમાં પહોંચવાનો એટલે કે મોક્ષ મેળવવાનો છે. એ મોક્ષ સ્વદેશની અને જગતની અવિરત, અવિશ્રાંત સેવા કરવાથી જ મળી શકે એવું મારું માનવું છે. હું જીવમાત્રની સાથે ઐક્ય, તન્મયત્ર સાધવા ઈચ્છુ છું. ગીતાની ભાષામાં કહું તો શત્રુ તેમજ મિત્ર બન્ને પ્રત્યે સમત્વની સ્થિતિ મારે કેળવવી છે.’ તેમના પ્રત્યેક કર્મમાં ભગવનની જ ભાવના કાર્ય કરી રહી હતી. આ અંગે તેઓ કહેતા કે ‘ઘણાં વર્ષોથી જે પ્રમાણે મેં મારા મોટામાં મોટા કહેવાયાં છે તે અને નાનામાં નાના ગણાય તે કાર્યો કર્યાં છે, તે તપાસતાં તે અંતર્યામીના પ્રેર્યા થયાં છે એમ કહેવું મને અઘટિત નથી લાગ્યું. અંતર્યામીને મેં જાેયો નથી, જાણ્યો નથી. જગતની ઈશ્વર વિષેની શ્રદ્ધને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઈ રીતે ભૂસી શકાય તેમ નથી. તેથી, એને શ્રદ્ધારુપે ઓળખતો મટીને અનુભવરુપે જ ઓળખું છું.’

ગાંધીજી ધારત તો દેશના વડાપ્રધાન બની શક્યાં હોત પણ તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્તાથી દૂર જ રહ્યાં છે. ગાંધીજી બૅરિસ્ટર હતા અને ઢનાઢ્ય પરિવારમાંથી આવતાં હતાં. જાે ધારત તો તેઓ એશોઆરામથી પોતાની જિંદગી વ્યતિત કરી શક્યા હોત પણ તેઓ સંપત્તિની લાલસાથી પણ સદા દૂર જ રહ્યા. આજના સમયમાં નેતાઓના નાના ઘરમાંથી બંગલા બની જાય છે, પોતાના સંતાનોને પણ આ ક્ષેત્રમાં લઈને આવે છે અને પેઢીઓ સુધી છોડતાં નથી. જ્યારે ગાંધીજી પોતાની સંપત્તિનો ત્યાગ કરીને જરુરિયાતથી વધારે કદી પણ સંગ્રહ કરતાં નહીં, દેશની સેવા માટે આખી જિંદગી સમર્પિત કરીને માત્ર એક પોતડી પહેરીને જ રહ્યાં. આ પોતડી એ ત્યાગ ભાવનાની સર્વોચ્ચ પરાકાષ્ઠા છે. જાે એક જ વસ્ત્રથી ચાલે છે તો બીજું વસ્ત્ર પહેરવાની પણ જરુર નથી. આવા ત્યાગની ભાવના ક્યાં જાેવા મળે છે?

વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાન મહાત્મા ગાંધીજીના આ પ્રકારના જીવનથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. આઈન્સ્ટાઈને તેમના ૭૦માં જન્મ દિવસે ગાંધીજી વિશે જે વાક્ય કહ્યું હતું તે આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું છેઃ ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે આવો કોઈ માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે!’ આજે ભગવાન રામ અને કૃષ્ણના જીવન વાંચીને લોકો કહે છે કે શું આ શક્ય છે? કૃષ્ણ ખરેખર થયા હશે ખરા? તેવી જ રીતે ગાંધીજીનું જીવન પણ એવું હતું કે ભવિષ્યમાં લોકોને વિશ્વાસ પણ નહીં થાય કે આવો પણ કોઈ માણસ આ ધરતી પર હોઈ શકે છે!

-યોગેશ કવીશ્વર

આ પણ જુઓ