સુધા એટલે અમૃત. સત્સંગ એવું અમૃત છે જેનું પાન કરવાથી અમૃતતત્વની પ્રાપ્તિ થાય છે. આ અમૃત અક્ષય છે અને અસિમિત લોકો તેનું પાન કરી શકે એ ઉદ્દેશ સાથે સત્સંગસુધાની શરુઆત કરવામાં આવી છે. અહીં શિષ્ટ, અધ્યાત્મિક, જીવનવિકાસ માટે ઉપયોગી હોય તેવા પ્રકારનું ગદ્ય, પદ્ય, પુસ્તકો તેમજ દ્રષ્યશ્રાવ્ય સ્વરુપમાં સાહિત્ય મૂકવામાં આવે છે. અહીં મૂકાતા સાહિત્યના હક્કો જે તે લેખક કે હક્કધારકના પોતાના છે, અહીં લેખકના નામ અને પ્રાપ્તિસ્થાનની વિગતોનો શક્ય હોય ત્યાં સુધી સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં જે તે સાહિત્ય મૂકવાનો એકમાત્ર હેતુ જ્ઞાનની લહાણીનો છે.
આ બ્લૉગ આપને ગમે તો અન્ય સ્વજનો સાથે પણ વહેચશો અને સુધા પ્રાપ્તિ માટે નિયમિત મુલાકાત લેતા રહેશો. જે તે પોસ્ટ આપને કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો જાણીને અમને આનંદ થશે.